લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમાં પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને ઝટકો લાગ્યો છે.જેમા ઈમરાન ખાનની નજીકના અને તેમની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.ફવાદ ચૌધરીએ ઈમરાન સરકાર દરમિયાન માહિતી અને પ્રસારણ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી તરીકે સેવાઓ આપી હતી.તેઓ પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પાર્ટીના પ્રવક્તા પણ હતા.આ સિવાય પીટીઆઈના વરિષ્ઠ નેતા શિરીન મજારીએ તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને છોડી દીધી હતી.જેઓએ ઈમરાન ખાનના શાસનમાં 2018 થી 2022 સુધી માનવ અધિકાર મંત્રી તરીકે સેવા આપી હતી.