લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પુણેની એન્જિનિયરિંગ કોલેજમાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા

ઓમિક્રોનના ખતરા હેઠળ રાજ્યમા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. ત્યારે મુંબઈ બાદ પુણેની એન્જિનિયરિંગ કોલેજના ૧૩ 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે.જે તમામ વિદ્યાર્થીઓએ કોરોના રસીના બન્ને ડોઝ લીધા હતા.પુણેની એન્જિનિયરિંગ કોલેજના 25 વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ બાદ 13 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમ ઓફલાઈન શરૂ થઈ ગયેલી શાળા કોલેજોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન અને કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોતા રાજ્ય સરકાર તેના નિર્ણય પર પુર્નઃવિચાર કરે તેના પર લોકોની નજર છે.