લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમાં આપના ઉમેદવાર ભગવંતમાન ધુરી સીટ પરથી ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભગવંત માન સંગરૂર જિલ્લાની ધુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આપના નેતા રાઘવ ચઢ્ઢાએ આ અંગેની જાહેરાત કરી છે. વર્તમાનમાં ધુરી વિધાનસભા બેઠક પર શાસક પક્ષ કોંગ્રેસનો કબજો છે અને પાર્ટીના દલવિંદરસિંહ ખંગુરા વર્તમાન ધારાસભ્ય છે.