લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર મોટી ઘટના બની

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની ઘટનામાં સેનાના ચાર જવાનોના મોત બાદ 24 કલાકની અંદર વધુ એક મોટી ઘટના બની છે.જેમાં ગઈકાલ રાત્રિના સમયે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયુ છે.જેમા જવાનને માથામાં ગોળી વાગી હતી જે ગોળીનો અવાજ સાંભળીને બધા તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ત્યારબાદ જવાનને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારે આ ઘટનાને અકસ્માત કહેવામાં આવી રહ્યો છે.ત્યારે આ અંગેની જાણકારી સેનાએ સ્થાનિક પોલીસને આપી છે.આમ વર્તમાનમાં મૃતદેહને મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.ત્યારે આજે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.