લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ 2023માં આજે ક્વોલિફાયર-2ની મેચ રમાશે

આજે આઈ.પી.એલની પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થશે.મુંબઈ ઈન્ડિયન્સ 7મી વાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચવા મેદાનમાં ઉતરશે.ત્યારે આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે જ્યારે હારેલી ટીમની સફર પુરી થઈ જશે.

મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,કેમરોન ગ્રીન,સૂર્યકુમાર યાદવ,તિલક વર્મા,નેહલ વાધેરા,ટિમ ડેવિડ,ક્રિસ જોર્ડન,પીયૂષ ચાવલા,કુમાર કાર્તિકેય અને આકાશ માધવાલનો સમાવેશ કરવામા આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સ- હાર્દિક પંડ્યા,શુભમન ગિલ,રિદ્ધિમાન સાહા,વિજય શંકર,દાસુન શનાકા,અભિનવ મનોહર,ડેવિડ મિલર,રાહુલ તેવટિયા,રાશિદ ખાન,મોહમ્મદ શમી,યશ દયાલ અને નૂર અહેમદનો સમાવેશ થાય છે.