લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / રાધનપુરના સાથલીમાં ગરમી વચ્ચે પાણીનો પોકાર જોવા મળ્યો

પાટણના રાધનપુર તાલુકાના સાથલી ગામના લોકો ખેતી તેમજ પશુપાલન પર આધારિત હોય છે.ત્યારે ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થતાની સાથે ગામમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે.જ્યાં 15 દિવસે એકવાર પાણી આવતું હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાણીની અછતને લઇ દૂરદૂર ખેતરો ખુંદીને પાણી લાવવાની ફરજ પડી રહી છે.જ્યાં માણસ માટે પૂરતું પાણી નથી ત્યાં પશુઓની શું હાલત હશે તે વિચારવા જેવુ છે.જ્યાં પાણીનું ટેન્કર લાવવા માટે રૂ.700 ખર્ચ કરવા પડે છે.જે પોષાય તેમ નથી.ત્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે જેના થકી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે.