Error: Server configuration issue
રાધનપુર થી સામખીયારી સુધીનો નેશનલ હાઇવે નંબર 27 બિસ્માર બની જતા સાંતલપુર ભાજપ કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. આ રાધનપુર થી સામખીયારી હાઈવે સુધીનો રસ્તો એકદમ બિસ્માર બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકબાજુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાધનપુરથી સામખિયાળી સુધી ત્રણ ટોલનાકા આવે છે અને વાહનચાલકો પાસેથી કમરતોડ ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ રિપેરીંગ કરવામાં આવતો નથી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનોને મોટું નુકસાન થાય છે. જ્યારે બિસ્માર રસ્તાને કારણે વાહનોના અકસ્માતો પણ બને છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved