ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે.જેમાં જુલાઈમાં ભારતે શ્રીલંકા સામે 3 વનડે અને 3 ટી-20 મેચની શ્રેણી રમવાની છે.જેમાં બીસીસીઆઈ નવી ટીમ મોકલશે.ત્યારે રાહુલ દ્રવિડ આ નવી ટીમમાં જોડાશે.આમ એનસીએમાં જોડાતા પહેલા દ્રવિડ વર્ષ 2015 થી 2019 દરમિયાન અંડર-19 ટીમ અને ભારત-એના મુખ્ય કોચની જવાબદારી સંભાળી હતી.જેમના કોચિંગ હેઠળ ભારતની અંડર -19 ટીમ વર્ષ 2016માં વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી.જેમાં ટીમનો કેપ્ટન ઇશાન કિશન હતો અને ઋષભ પંત,વોશિંગ્ટન સુંદર અને ખલીલ અહેમદ જેવા ખેલાડીઓ ટીમમાં હાજર હતા.ત્યારબાદ તેઓ વર્ષ 2019માં એનસીએના ડિરેક્ટર બન્યા
આમ શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમમાં શિખર ધવન,પૃથ્વી શો,મનીષ પાંડે,હાર્દિક પંડ્યા,સૂર્યકુમાર યાદવ,સંજુ સેમસન અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ શામેલ થઈ શકે છે.આ સિવાય દેવદત્ત પડિક્કલ અને રૂતુરાજ ગાયકવાડને પણ તક મળી શકે છે.જ્યારે બોલરોમાં કુલદીપ યાદવ,વરૂણ ચક્રવર્તી,ભુવનેશ્વર કુમાર,ચેતન સાકરિયા,દિપક ચાહર,ખલીલ અહેમદ અને નવદીપ સૈનીને તક મળી શકે છે.આમ આ ટીમ આગામી 5 જુલાઈએ શ્રીલંકા પહોંચશે.ત્યારબાદ પ્રથમ વનડે 13 જુલાઈ,બીજી 16 જુલાઈ અને ત્રીજી 19 જુલાઈએ રમાશે.ત્યારબાદ 3 મેચની ટી-20 સિરીઝ રમવામાં આવશે.જેમાં પ્રથમ ટી-20 22 જુલાઇ,બીજી 24 જુલાઈ અને છેલ્લી 27 જુલાઈએ રમાશે.આમ આ તમામ મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved