કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજથી મિશન પંજાબ શરૂ કર્યું છે.જેના માટે તેઓ સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા અમૃતસર પહોંચ્યા હતા.જ્યાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ પ્રધાન નવજોત સિદ્ધુની આગેવાનીમાં કોંગ્રેસી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.ત્યારબાદ રાહુલ ગાંધી દરબાર સાહિબ ખાતે પહોંચ્યા હતા.આમ કોંગ્રેસી ઉમેદવારો સાથે દરબાર સાહિબ ખાતે માથું ટેકવ્યા બાદ રાહુલ ગાંધીએ પંગતમાં બેસીને લંગરનો પ્રસાદ લીધો હતો અને ત્યારબાદ તેઓ જલિયાંવાલા બાગની મુલાકાતે ગયા હતા.જ્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને શ્રી દુર્ગ્યાણા મંદિર અને ભગવાન વાલ્મીકિ તીર્થ ખાતે માથું ટેકવવા નીકળી ગયા હતા.ત્યારબાદ તેઓ ત્યાથી જાલંધર જવા માટે રવાના થશે.આમ રાહુલ ગાંધી જાલંધરના મિટ્ઠાપુર ખાતે બપોરે 3:30 થી 4:30 કલાક સુધી ‘પંજાબ ફતેહ’ નામની વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved