લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાહુલ ગાંધી માતાના 10 જનપથ સ્થિત ઘરમાં શિફટ થશે

કોંગ્રેસ નેતાને સાંસદનો બંગલો ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીના 10 જનપથ ખાતે આવેલા ઘરમાં શિફટ થશે.ત્યારે રાહુલે સાંસદ તરીકે મળેલ સરકારી બંગલો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે.રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ મળ્યા બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ કેટલાક ફેન્સે નિવાસની ઓફર કરી હતી.જેમા કોંગ્રેસ પ્રમુખ ખડગેએ પણ ઓફર કરી હતી.આ સિવાય હનુમાનગઢીના સંતે પણ રાહુલને હનુમાનગઢીના પરિસરમાં રહેવાની ઓફર કરી હતી.પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધી માતા સોનિયાના 10 જનપથ ખાતે આવેલા નિવાસમાં શિફટ થશે.જ્યારે રાહુલની ઓફિસના કામકાજ માટે નવું આવાસ શોધવામાં આવી રહ્યું છે.