લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ,દૌસામાં 341 બાળકો પોઝિટિવ આવ્યા

કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યારે ત્રીજી લહેરના આગમનથી સ્થિતિ વધુ ખરાબ બની છે.ત્યારે રાજસ્થાનના દૌસા ખાતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ રહ્યું છે.જેમાં દૌસા ખાતે 341 બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે,જેને લઈ દૌસા જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.આમ જે 341 બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે તે તમામની ઉંમર 0 થી 18 વર્ષ સુધીની છે.આ તમામ કેસ 1 મેથી 21 મે દરમિયાન નોંધાયા છે.આમ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને વધતો અટકાવવા માટે સરકારે યુદ્ધના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે.તે અંતર્ગત સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે-ગામ અને ડોર-ટુ-ડોર ફરીને લોકોનો કોવિડ ટેસ્ટ કરશે.ગામોમાં જ કોવિડ સેન્ટર બનાવાશે અને પોઝિટિવ નોંધાય તે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે.આ માટે ઘરે-ઘરે સર્વે અભિયાનની શરૂઆત પણ કરી દેવાઈ છે.

આમ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 9 માર્ચથી 25 સપ્ટેમ્બર 2020 દરમિયાન 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના 19,378 કેસ નોંધાયા હતા અને 11 થી 20 વર્ષની ઉંમરના બાળકોના 41,985 કેસ નોંધાયા હતા.જ્યારે બીજી લહેરમાં તમામ રેકોર્ડ તૂટતા જોવા મળ્યા હતા.જેમાં 1 થી 16 મે 2021 દરમિયાન 19,000 બાળકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે.