લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાન નેશનલ હાઈવે પર ભારતીય હવાઈદળના ટ્રાન્સપોર્ટ અને ફાઈટર વિમાને લેન્ડીંગ કર્યું

ભારતીય હવાઈદળે રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદ નજીક તૈયાર કરાયેલા હાઈવે પર હરકયુલીસ ટ્રાન્સપોર્ટ વિમાન તથા સુખોઈ એસ.યુ-30 એમ.કે.આઈ વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું. જેમાં દિલ્હીથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ તથા માર્ગ વ્યવહાર મંત્રી નિતીન ગડકરી હરકયુલીસ ટ્રાન્સપોર્ટ વિમાનમાં ઝાલોર નજીકના નેશનલ હાઈવે પર લેન્ડ થયા હતા. ત્યારબાદ સુખોઈ વિમાને આ ઈમરજન્સી લેન્ડીંગ ટ્રીપનો ઉપયોગ કર્યો હતો. યુદ્ધ સહિતના ઈમરજન્સી સમયે હવાઈદળના વિમાન ઉતરી શકે તે રીતે તૈયાર કરાયેલા હાઈવેમાં 3 કી.મી. લાંબા રોડ કમ એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી છે અને તેની સાથે એર સ્ટ્રીપ પર ઉતરેલા વિમાનો પાર્ક થઈ શકે તેવી ખાસ જગ્યા રાખવામાં આવી છે.