લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોનાની ત્રીજી લહેરથી રાજસ્થાનના 600થી વધુ બાળકો સંક્રમિત થયા

કોરોનાની બીજી લહેરથી દેશભરના લોકો ત્રસ્ત છે ત્યારે ત્રીજી લહેરની આશંકા હેરાન કરી રહી છે.ત્યારે આ લહેરથી સૌથી વધુ અસર બાળકો પર પડવાની છે.ત્યારે રાજસ્થાનના 2 જિલ્લામાં બાળકો આ લહેરથી સંક્રમિત થઈ રહ્યા છે.જેમાં દૌસા અને ડુંગરપુર ખાતે બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક છે.આમ રાજસ્થાનમાં 600 જેટલા બાળકો કોરોનાનો શિકાર બનતા હાહાકાર વ્યાપી જવા પામ્યો છે.આમ દૌસા ખાતે 1 મેથી 21 મે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે,જ્યારે ડુંગરપુર ખાતે 12 મેથી 22 મે સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.