લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સમગ્ર રાજસ્થાનમાં 15 દિવસનું લોકડાઉન રહેશે,3 મે સુધી ડેરી-કરિયાણાની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે

રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 10,000 દર્દીઓ મળ્યા બાદ સરકારે સમગ્ર પ્રદેશમાં 15 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે.જેમાં 3 મે સુધી પ્રદેશમાં જરૂરી સેવાઓને છોડીને બધું જ બંધ રહેશે.જેમાં નવી ગાઇડલાઈન્સ મુજબ ખાવા-પીવાનો સામાન,દૂધની ડેરી,કરિયાણાનો સામાન, બજાર,ફળ,શાકભાજી,ડેરી તેમજ પશુચારા સંબંધિત રિટેલ અને હોલસેલની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.આ સિવાય પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.તેમજ સાર્વજનિક પરિવહન સેવાઓ યથાવત રહેશે.રાશનની સરકારી દુકાનો સાતેય દિવસ ખુલ્લી રહેશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વિભાગોને છોડીને તમામ સરકારી કાર્યાલયો બંધ રહેશે.જ્યારે કારખાના અને તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ યથાવત રહેશે.ગામડાંમાં મનરેગાનું કામ યથાવત રહેશે જેથી નરેગા શ્રમિકોને યોગ્ય રીતે રોજગારી મળતી રહેશે.

આમ સમગ્ર રાજ્યમાં બજાર,મોલ,શોપિંગ કોમ્પ્લેક્સ,આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી ઓફિસ,સિનેમાઘર,તમામ ધાર્મિક સ્થળ,શિક્ષણ સંસ્થાઓ,કોચિંગ,લાઇબ્રેરી,સાર્વજનિક સામાજિક,રાજનીતિક,ખેલકૂદ,મનોરંજન,સાંસ્કૃતિક,ધાર્મિક સમારંભ,કોઈપણ પ્રકારના મેળા, સરઘસ સહિતના સ્થાનો પર બંધ અને પ્રતિબંધ લાગુ રહેશે.

આમ ઈમર્જન્સી અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યાલયો તેમજ કેન્દ્ર સરકારની જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કાર્યાલયો તેમજ સંસ્થાનો ખુલ્લાં રહેશે.જેના કર્મચારીઓએ આઈ.ડી કાર્ડ દેખાડવા પડશે.બસ સ્ટેન્ડ,રેલવે,મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ પર આવતા-જતા લોકોએ યાત્રા ટિકિટ રજૂ કરતાં આવવા-જવાની છૂટ આપવામાં આવશે,રાજ્યમાં આવનારા યાત્રિકોને યાત્રા શરૂ કર્યાને 72 કલાક પહેલાં કરાવવામાં આવેલો આર.ટી.પી.સી.આર રિપોર્ટ રજૂ કરવો પડશે,ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓને હોસ્પિટલ આવવા-જવાની છૂટ મળશે,ખાનગી હોસ્પિટલ અને લેબ તથા તેની સાથે જોડાયેલા મેડિકલ,પેરામેડિકલના સ્ટાફને મંજૂરી,કરિયાણાનો સામાન,ફળ-શાકભાજી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે,45 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન માટે મંજૂરી હશે આઈ.ડી કાર્ડ દેખાડવું જરૂરી રહેશે,અખબાર વેચનારાઓને સવારે 4 થી 8 વાગ્યા સુધી અનુમતિ રહેશે,લગ્ન સમારંભમાં 50થી વધુ લોકોને સામેલ નહીં કરી શકાય,જ્યારે અંતિમસંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહી,મેડિકલ સ્ટોર,મેડિકલ ઉપકરણો સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે,બેંકિંગ સેવાઓ માટે બેંક,એ.ટી.એમ ખુલ્લાં રહેશે.આમ આ સેવાઓ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાગુ નહીં થાય