લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનમાં કમલનાથને જવાબદારી સોપવામાં આવી

રાજસ્થાનમાં સર્જાયેલા રાજકીય સંકટમા કોંગ્રેસ મોવડીમંડળે અશોક ગેહલોત અને સચીન પાઈલોટ વચ્ચેના વિખવાદનો અંત લાવવા મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અને સીનીયર નેતા કમલનાથને જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત પીઢ કોંગ્રેસી નેતા ભુપીન્દરસિંઘ હુડાને પણ સાથે રાખવા જણાવાયુ છે.આમ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ સાથે ચર્ચા કર્યા બાદ કમલનાથ અને હુડા બંને સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને ગેહલોત તથા પાઈલોટ જો સાથે બેસી શકે તો તેના માટે પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.