લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડાપ્રધાનના હસ્તે રાજકોટ એઈમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે જેને તબીબી ક્ષેત્રે ઘરેણું ગણવામાં આવે છે તે એઈમ્સ હોસ્પિટલનું કામ પૂરજોશમાં શરૂ થવાને ચારેક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આગામી ઓક્ટોબરમાં વડાપ્રધાનના હસ્તે એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને તે પ્રમાણે હોસ્પિટલના નિર્માણકાર્યને બૂસ્ટર ફિટ કરીને સંપન્ન કરવામાં આવી રહ્યું છે.રાજકોટ ઍઈમ્સમાં આઈપીડી માટે પાંચ વિંગ તૈયાર કરવામાં આવી રઘી છે.જેને એ,બી,સી,ડી અને ઈ નામ આપવામાં આવ્યું છે.જેની પ્રત્યેક વિંગમાં 250 બેડની સુવિધા હશે.ત્યારે પાંચેય વિંગ તૈયાર થઈ ગયા બાદ 1250 બેડ ઉપર દર્દીઓને દાખલ કરી શકાશે.આ ઉપરાંત એઈમ્સ સુધી પહોંચવાના એપ્રોચ રોડને બનાવવાનું કાર્ય પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે.ઓપીડી શરૂ કરવા ઉપરાંત એઈમ્સમાં અલગ-અલગ આધુનિક મશીન થકી દર્દીઓનું નિદાન તેમજ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.