લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ અને જામનગર જીલ્લામાં શ્રીકાર વર્ષા,ફલ્લા-કાલાવડના ગામોમાં 11 ઈંચ વરસાદ પડ્યો

ગુજરાતમાં ચોમાસાનાં પ્રથમ ત્રણ મહિનાની વરસાદની ખાધને સરભર કરવા મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ફરીવખત સૌરાષ્ટ્ર કેન્દ્રમા આવ્યું છે. જેમાં રાજકોટ,જામનગર અને દેવભૂમિ દ્વારકામા 11 ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ થયો હતો. જેને અંતર્ગત 51 જળાશયોમાં નવા નીર ઠલવાયા હતા. જ્યારે અમુક ડેમો ઓવરફલો થઈ ગયા હતા. આમ રાજયમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર તથા દ્વારકા જીલ્લામાં નોંધાયો હતો. જેમાં જામનગરના કાલાવડમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો, જયારે ગામડાઓમાં 11 ઈંચ સુધીનો વરસાદ નોંધાતા નદીનાળા છલકાયા હતા. આ સિવાય ખીમરાણા સહિતના ગામો બેટમાં ફેરવાતા લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે રાહત અને બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી હતી. જામનગર જીલ્લાના ધ્રોલમાં 7 ઈંચ વરસાદ થયો હતો. જોડીયામાં 6 ઈંચ, જામનગર શહેરમાં 3 ઈંચ તથા જામજોધપુર-લાલપુરમાં 2-2 ઈંચ વરસાદ થયો હતો. બીજીતરફ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં તથા ખંભાળીયામાં ધોધમાર 4-4 ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય રાજકોટ શહેર 8 ઈંચ વરસાદથી પાણી-પાણી થયુ હતું. ધોરાજીમાં 7 ઈંચ તથા ગોંડલમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉપલેટા,જામકંડોરણા,જેતપુર,કોટડાસાંગાણી તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.