લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં કોરોનાના નવા 22 કેસ જોવા મળ્યા

રાજકોટ મનપામાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.જેમાં વર્તમાનમા શરદી,ઉધરસ,તાવ સહિતનો રોગચાળો ફેલાવતો વાયરસ ખુબ ગંભીર ન હોવાછતાં બીજા દર્દીઓને ચેપ લગાવી શકતો હોય છે.ત્યારે આવા લોકોએ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આમ ચાલુ માસમાં અત્યારસુધીમાં 144 નવા દર્દીઓ નોંધાઇ ગયા છે.આ વાયરસથી હજુસુધી કોઇ દર્દીને મોટું નુકસાન થયું નથી અને મોટાભાગના ઘરે સારવાર લઇને સ્વસ્થ બની રહ્યા છે.પરંતુ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન જરૂરી હોવાની સલાહ સરકારે આપી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે સમીક્ષા કરી ચૂકયા છે.આથી લોકો જાગૃત બનીને સિઝનલ રોગચાળામાં તકેદારી રાખે અને ડોકટરની સલાહ મુજબ સારવાર કરે તે જરૂરી છે.