લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ સિવિલમા થેલેસેમિયાના ડેસ્પરાલ ઇન્જેક્શનનો અભાવ જોવા મળ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલમાં 400 કરતા વધુ થેલેસેમિયાથી પીડિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ડેસ્પરાલ ઇન્જેક્શનનો અભાવ હોવાનું સામે આવ્યું છે.આ સાથે થેલેસેમિયાના સ્પેશિયાલિસ્ટ હિમેટોલોજીસ્ટ ડોક્ટર પણ સિવિલમાં ન હોવાથી પીડિતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેને લઈ થેલેસેમિયા પીડિતોએ આ ઇન્જેક્શનની અછત દૂર કરી ડોક્ટરની ભરતી કરવા માંગ ઉઠાવી છે.જેના માટે ડેસ્પરાલ ઇન્જેક્શન આવે છે જેની છેલ્લા કેટલાક મહિનાઓથી અછત જોવા મળે છે.ત્યારે ઇન્જેક્શન ન લેવાથી તમારી બોડીમાંથી આયર્ન રિલીઝ થાય છે.જેને કારણે હાર્ટ અને લીવરનાં રોગો થતા મોત થવાની સંભાવના જોવા મળે છે તેમાં જો ફેરેટીનનું પ્રમાણ થેલેસેમિક દર્દીઓમાં 10,000થી ઉપર જાય તો આ ઇન્જેક્શન લેવા પડે છે અને સમયસર ઇન્જેક્શન ન લેવામાં આવે તો દર્દીને હાર્ટએટેક અથવા લીવર અને કિડની ડેમેજ થવાનું જોખમ રહેતું હોય છે.