લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ જિલ્લામા કોરોના ટેસ્ટીંગ વધારવા કલેકટર દ્વારા આદેશ કરાયો

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાની મહામારીએ ફરી માથુ ઉંચકવાનું શરૂ કરતા કલેકટર તંત્ર એલર્ટ બની જવા પામ્યું છે.ત્યારે આ બાબતે કલેકટર કચેરી ખાતે કલેકટર અરૂણ મહેશબાબુની ઉપસ્થિતિમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લામાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવા કલેકટર દ્વારા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.ત્યારે આ બેઠકમાં કલેકટરે કોવિડ અને ફલુના કેસોની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી.આમ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી,સીવીલ હોસ્પીટલના મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ,જીલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ તેમજ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.