લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન શરૂ કરવામાં આવ્યું

રાજકોટ એરપોર્ટમાં બે વર્ષ બાદ ફરી સવારની મુંબઈ હવાઈસેવા શરૂ કરવામાં આવી છે.જેમા ઈન્ડિગો એરલાઈન્સ કંપની દ્વારા રાજકોટ મુંબઈ-રાજકોટ સવારની ડેઈલી ફલાઈટ શરૂ થતા નાના-મોટા વેપારીઓ,પ્રવાસીઓ તેમજ ટુર ઓપટરોમાં આનંદ છવાયો છે.જે સવારે 8 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ સવારે 8:50 કલાકે પરત મુંબઈ જવા ટેકઓફ થઈ હતી.આ ફલાઈટમાં 182 પ્રવાસીઓનું આગમન થયું હતુ અને 186 મુસાફરોએ મુંબઈ જવા પ્રસ્થાન કર્યુ હતું.સવારની મુંબઈ ફલાઈટ શરૂ થતા રાજકોટ એરપોર્ટમાં સવારથી સાંજ સુધીમાં મુંબઈ જવા ડેઈલી 4 ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે.જેમાં લાંબાસમય બાદ સવારની મુંબઈ ફલાઈટ શરૂ થતા સવારે મુંબઈ જઈ કામકાજ પતાવી પ્રવાસીઓ પરત સાંજે રાજકોટ આવી શકશે