જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ ગઈ છે.જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા છે,જ્યારે એક અધિકારી સહિત 4 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.ત્યારે ઈજાગ્રસ્ત જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.આમ વર્તમાનમાં સામ-સામે ફાયરિંગ ચાલી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા.ત્યારે આ અંગે પોલીસે જાણકારી આપી હતી અને તે વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કરી દીધું હતું.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved