રાજ્યના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર,યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર તેમજ ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંદિર ખાતે રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રીએ દીપ પ્રાગટય કર્યું હતું.જેમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ,કલા અર્પણ,ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવીસ્તુતિ,જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાચીન ગરબો,સંસ્કાર ગ્રૂપ દ્વારા મિશ્રરાસ,બજરંગ કલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હુડો,સપ્તધ્વની કલવૃંદ દ્વારા ઝૂમખો,કુશલ દીક્ષિત ગ્રૂપ દ્વારા ખડાવળ નૃત્ય,જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તલવાર રાસ,રાણા સીડા ગ્રૂપ દ્વારા મણિયારો રાસ,કલાપથ સંસ્થા દ્વારા મોરબની થનગાટ કરે જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.ત્યારે કૃતિઓ પૂર્ણ થયા પછી લોકડાયરો પણ યોજાયો હતો જેમાં અનુભા ગઢવી તેમજ કિશોરદાન ગઢવીએ કલા રજૂ કરી હતી.આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આમ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ,ધારાસભ્યઓ,શહેર ભાજપ પ્રમુખ,ભાવનગર મેયર,સ્ટેન્ડિંગ ચેરમેન,તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા કલેકટર ડી.કે.પારેખ તથા અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved