લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રાજવીર અને પલોમાની ડેબ્યૂ ફિલ્મનું ટાઈટલ દોનો હશે

રાજવીર દેઓલ અને પલોમા ઠાકરિયાની રાજશ્રી પ્રોડક્શનની આગામી ફિલ્મનું ટાઈટલ દોનો જાહેર કરાયુ છે.આ ફિલ્મનું દિગ્દર્શન સૂરજ બડજાત્યાનો પુત્ર અવિનાશ બડજાત્યા કરવાનો છે.આ ફિલ્મથી અવિનાશ દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે.આમ એક જ ફિલ્મથી ત્રણ સ્ટાર કિડઝ પોતપોતાની કારકિર્દી શરૂ કરી રહ્યાં છે.આ ફિલ્મ એક લવસ્ટોરી હશે.આ પ્રેમકથા મોર્ડન રિલેશનશિપ પર આધારિત હશે.અવિનાશ બરજાત્યાએ જણાવ્યું હતું કે પલામા એ પાવરફુલ પરફોર્મર છે.તે મારી ફિલ્મના એ રોલ માટે યોગ્ય અભિનેત્રી છે.ફિલ્મમાં પલોમા અને રાજવીરની પરફેક્ટ કેમેસ્ટ્રી જોવા મળશે.