લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજયસભાની છ બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ,તમામ બેઠકો બિનહરીફ થાય તેવા સંકેતો

દેશમાં રાજયપાલની ખાલી પડેલી 6 બેઠકોની પેટાચુંટણી તા.4 ઓકટોબરના યોજાશે. જેમાં પ.બંગાળ,આસામ,તામિલનાડુ,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બેઠકો સભ્યના રાજીનામા અને મૃત્યુથી ખાલી થઈ છે. જેમાં પ.બંગાળમાં એક બેઠક વર્તમાનમાં મમતા સરકારમાં મંત્રી બનેલા માનસ રંજન ભુનીયા જેઓ ધારાસભામાં ચુંટાયા છે તેમના સ્થાને આ ચુંટણી યોજાશે અને આ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના જ ઉમેદવાર ચુંટાશે જેવી ચુંટણી બિનહરીફ થવાની શકયતા છે. જ્યારે આસામમાં ડી.બિશ્ર્વજીતના રાજીનામાથી જે બેઠક ખાલી થઈ છે તે બેઠક પર ભાજપના જ ઉમેદવાર જીતી શકે તેમ હોવાથી આ બેઠક પણ બિનહરીફ થશે. તામીલનાડુમાં બે બેઠકો સાંસદો ધારાસભામાં ચુંટાતા ખાલી થઈ છે અને ડીએમકે તે બન્ને બેઠકો જીતી શકે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના રાજીવ સાતવના નિધનથી બેઠક ખાલી થઈ છે. રાજયમાં હાલ શિવસેના,એનસીપી,કોંગ્રેસની સંયુક્ત સરકાર છે અને સંભવત આ ઉમેદવાર કોંગ્રેસના જ ઉમેદવાર રહેશે અને સેના એનસીપી તેને ટેકો આપશે. જ્યારે મધ્યપ્રદેશમાં પુર્વ કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગેહલોટ કર્ણાટકના રાજયપાલ બનતા તેમણે પોતાની બેઠક ખાલી કરી હતી. આમ વિધાનસભામાં ભાજપની બહુમતી છે અને તેની આ બેઠક પર કોંગ્રેસના કોઈ ઉમેદવાર જીતી શકશે. જેમાં પ.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ આસામમાં ભાજપ-તામિલનાડુમાં ડીએમકે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને મધ્યપ્રદેશમાં ભાજપને બેઠક મળશે.આમ ચુંટણીપંચના કાર્યક્રમ મુજબ તા.15 સપ્ટેથી ઉમેદવારી કરી શકાશે અને તા.27 સપ્ટેના ઉમેદવારી પાછી લેવાની અંતિમ તારીખના ચિત્ર સ્પષ્ટ થશે અને જો જરૂર પડે તો 4 ઓકટો.ના મતદાન થશે.