લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / રાકેશ ઓમપ્રકાશ મહેરાની પૌરાણિક ફિલ્મમા વિક્કી કૌશલ જોવા મળશે

રાકેશ ઓમપ્રકાશ મહેરા અને વિક્કી કૌશલ થોડા દિવસો પહેલા મુંબઇમાં સાથે જોવા મળ્યા હતા.ત્યારથી બન્ને જણા એક ફિલ્મ સાથે કરવાના છે તેવી વાત છે.જેમાં વિક્કી કૌશલ,રાકેશ ઓમપ્રકાશ મહેરા અને રિતેશ સાધવાની મહાભારતના કર્ણ પરની ફિલ્મ માટે ભેગા થયા છે.આ પ્રોજેક્ટ રાકેશના દિલની ઘણી નજીક છે.તે લાંબાસમયથી આ ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે.વિક્કી આ માયથોલોજિકલ ફિલ્મમાં કર્ણના રોલમાં જોવા મળવાનો છે.આ પહેલા ફિલ્મના કર્ણના પાત્ર માટે શાહિદ કપૂર સાથે વાતચીત થઇ હતી. વિક્કીએ થોડા સમય પહેલા મહાભારતના જ અન્ય એક પાત્ર અશ્વત્થામાની ભૂમિકા ભજવવાની હા પાડી છે.આ ફિલ્મ આદિત્ય ધરની હશે અને ફિલ્મનું શિર્ષક ધ ઇમમોરટ્લ અશ્વત્થામાં હશે.રાજકુમાર હીરાણીની શાહરૂખખાન સાથેની ફિલ્મમાં પણ વિક્કી કૌશલની એન્ટ્રી થઇ છે.