લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રામનવમીમાં હાવડામાં હિંસા બાબતે સી.આઈ.ડી તપાસના આદેશ અપાયા

પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાની સી.આઈ.ડી તપાસ કરશે.જે અંગે રાજ્ય સરકારે સી.આઈ.ડી તપાસનો આદેશ આપ્યો છે.જેના કારણે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે.ત્યારે સી.આઈ.ડીના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સહિત અનેક બ્રાન્ચ તપાસમાં સામેલ થશે.જેમા ડીઆઈજી રેન્કના અધિકારીઓ હશે.જેમાં હિંસા બાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત માઈકીંગ કરવામાં આવી રહ્યું છે.આ સિવાય હાવડામાં કેટલાક અસ્થિર વિસ્તારોમાં કલમ 144 પણ આગામી 3 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.આ સિવાય હાવડાના ઘણા વિસ્તારોમાં બપોરે 2:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.