લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / રણજી સિરીઝની પ્રથમ ફેઝની ગેમ આગામી 16 થી 5 માર્ચ સુધી રમાશે

ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રણજી ટ્રોફીની લીગ સ્ટેજની તારીખો જાહેર કરી છે.જેમા રણજી ટ્રોફીની લીગ સ્ટેજ મેચ 16 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે આયોજિત થશે.જેમાં 38 ટીમો ભાગ લેશે અને તેની મેચો 8 શહેરોમાં રમી શકશે.આમ રણજી મેચો અમદાવાદ,કોલકાતા,ત્રિવેન્દ્રમ,કટક,ચેન્નઈ,ગુવાહાટી,હૈદરાબાદ અને રાજકોટમાં યોજાશે.જેના અંતર્ગત ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.જેમાં પ્લેટ ગ્રૂપ સિવાયના તમામ ગ્રૂપમાં 4 ટીમો રહેશે.પ્લેટ ગ્રૂપમાં 6 ટીમો હશે.માર્ચ 2020માં રણજી ટ્રોફીની ફાઈનલ બાદ ભારતમાં રેડ બોલના ફોર્મેટમાં રાષ્ટ્રીય સ્તરની કોઈ સ્થાનિક મેચ રમાઈ નથી.જેની નોક-આઉટ મેચો આગામી જૂન-જુલાઈમાં રમાશે.