લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રણથંભોર નેશનલ પાર્કના ટાઈગરને ઉદયપુર ખાતે શિફ્ટ કરાયો

રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત રણથંભોર નેશનલ પાર્કના એનક્લોઝરમાં સાડા 3 વર્ષથી કેદ ટાઈગર ટી 104ની રણથંભોરમાંથી વિદાય થઈ છે.ત્યારે આ ટાઈગર 3 લોકોના જીવ લઈ ચૂક્યો છે.આમ એનટીસીએ પાસેથી આની અનુમતી મળ્યા બાદ વન વિભાગે ટાઈગર ટી 104ને ઉદયપુરના સજ્જનગઢ બાયોલોજિકલ પાર્ક મોકલી દેવાયો છે.ટાઈગર ટી 104ને શિફ્ટ કરવા માટે વન વિભાગની ટીમ રણથંભોરના એનક્લોઝર ખાતે પહોંચી અને ટાઈગરનું ટ્રેકિંગ શરૂ કર્યુ હતું.જેમાં ટીમે ટાઈગરને ટ્રેંક્યુલાઈઝ કર્યો અને બાદમાં તેનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યુ.ટ્રેંક્યુલાઈઝ કર્યા બાદ રણથંભોર અને ઉદયપુરની વેટરનરી ડોક્ટર્સની ટીમે ટાઈગરનું આરોગ્ય ચેકઅપ કર્યુ.ત્યારબાદ ટાઈગર ટી 104ને પિંજરામાં શિફ્ટ કરી દેવામાં આવ્યો.આ સમયે રણથંભોર ટાઈગર રિઝર્વના સીસીએફ,ડીએફઓ,રેન્જર, રણથંભોરના વેટરનરી ઓફિસર,રેસ્ક્યૂ ટીમ,પ્રભારી સહિતના કેટલાક વનકર્મચારીઓ હાજર રહ્યા હતા.