લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાપર બજાર સમિતિમાં સરકારી ટેકાનાં ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઇ

વાગડ વિસ્તારમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હતું.જેની ખરીદી કરવા માટે સ્થાનિકેથી સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સારો પ્રતિસાદ મળતા સરકારના ટેકાના ભાવે રાયડાની ખરીદીનું રાપર બજાર વિવિધ લક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી લી માં ખરીદ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમા મેનેજિંગ ડાયરેક્ટર કેશુભા વાઘેલા,મંડળીના ડાયરેક્ટરો ડોલરરાય ગોર,વાડીલાલ સાવલા,ઉમેશભાઈ સોની,દશરથસિંહ વાઘેલા તેમજ રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જગદીશભાઈ વણોલ,ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ કરશનભાઈ આહીર અને રાપરના વેપારીઓની ઉપસ્થિતીમાં ટેકાનાં ભાવે કેન્દ્ર શરૂ કરાયું હતું.