લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાપર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી

રાપર તાલુકા મામલતદાર કચેરીમાં એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી હતી.જેમાં ભચાઉ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત 26 અરજીઓ મળી આવી હતી.જેમા ગ્રામ સ્વાગતની 115 અરજી આવી હતી.ત્યારે તંત્રને સબંધિત અરજદારોને સાંભળી અરજીનો તુરંત નિકાલ કરવામાં આવ્યો હતો.ત્યારે આ બેઠકમા પ્રાંત અધિકારી,મામલતદાર,નાયબ મામલતદાર,તાલુકા વિકાસ પંચાયત,પાણી પુરવઠા બોર્ડ,વન વિભાગ,પોલીસ,જળ સિંચન,શિક્ષણ મહેસુલ વિભાગ,પંચાયત,પીજીવીસીએલ,નગરપાલિકા અને બાંધકામ શાખા સહિતના વિભાગ તરફથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.