ભારતના ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના અધ્યક્ષ રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું છે.જે અંગે ઓસ્ટ્રેલિયાના રાજદૂતે કહ્યુ છે કે રતન ટાટાને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી નવાજવામાં આવ્યા છે.રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો,વેપાર,રોકાણ અને પરોપકાર માટે ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.