લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આરબીઆઈ દ્વારા રેપોરેટ 4% યથાવત રાખવામાં આવ્યો

ભારતીય રિઝર્વ બેન્કે નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે.જેમાં આરબીઆઈએ આ વખતે વ્યાજદરમાં કોઈપણ ફેરફાર કર્યો નથી.આમ બજેટ પછી આશા રાખીને બેઠેલા મિડલ ક્લાસને એકવખત ફરી નિરાશા હાથ લાગી છે.

આમ રેપોરેટનો અર્થ આરબીઆઈ દ્વારા બેન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે.જેમાં ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ વર્ષ 2021-22 બાદ આરબીઆઈની પ્રથમ બેઠક છે.જેમાં રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યારસુધીના રેપોરેટમાં કુલ 115 બેસ પોઈન્ટમાં ઘટાડો કર્યો છે.

આમ હાલ રેપોરેટ 4 ટકા છે જે 15 વર્ષના ન્યુનતમ સ્તર પર છે.ત્યારે બીજીતરફ આરબીઆઈએ રિવર્સ રેપોરેટ પણ 3.35 ટકા યથાવત રાખ્યો છે.આ દર પર બેન્ક તેની પાસે જમા રકમને રિઝર્વ બેન્કને જમા કરાવે છે.