લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / લાલ મરચાના ભાવમા માવઠાથી ભડકો જોવા મળ્યો

વર્તમાનમા સમગ્ર દેશમાં થયેલા કમોસમી વરસાદથી મરચાનો પાક બગડયો છે.જેના પગલે મરચાના બજાર ભાવ વધવા પામ્યા છે.આ સિવાય નવી મુંબઇની એપીએમસી બજારમાં લાલ મરચાના ભાવ રૂ.200 થી 850 સુધી બોલાઇ રહ્યા છે.જેના કારણે બીજા મસાલા પણ મોંઘા થવાથી આ વર્ષે મરચાની ભુકી બનાવવાનો ખર્ચ પણ વધે તેવું લાગી રહ્યુ છે.આમ સામાન્ય રીતે ગૃહિણીઓ માર્ચ થી મે મહીના દરમિયાન મરચાની ભુકી સહિત સમગ્ર વર્ષ ચાલે તેટલા મસાલા ભરી લેતા હોય છે આ સિવાય અથાણા પણ આ મોસમમાં બનાવવામાં આવે છે તેવા સમયે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ જાય તેવું લાગી રહ્યું છે.