લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી ધો.6 થી 8ના બાળકોને માસ્ક વિતરણ શરૂ કરાયું

કોરોનામાં શિક્ષણ કાર્ય ચાલુ રહે તે માટે સરકારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ધો.6 થી 8 માટે શિક્ષણકાર્ય શરૂ કર્યું છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનામાં પણ વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા સ્વૈચ્છિક સંસ્થાઓનો મહત્વનો ફાળો રહેલો છે. ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લામાં અગાઉ 7000 જેટલી રાશન કીટ અને 1.80 હજાર જેટલા માસ્ક અને 40,000 જેટલા સેનેટાઇઝરનું વિતરણ કરી સક્રિય ભાગીદારી નોંધાવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લાના બાળકો માટે 50000 જેટલા માસ્ક વિતરણનું આયોજન કરી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના વરદહસ્તે તાલુકા શિક્ષણ અધિકારીઓ અને શાળાના આચાર્યઓ તેમજ આઇસીડીએસ વિભાગને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મળેલ માસ્ક બાળકો સુધી પહોંચાડવા માટે વિતરણ કરવામાં આવ્યા હતા. આ તબક્કે તેઓએ શિક્ષણ વિભાગ અને શિક્ષકોનો આભાર માનતા જણાવ્યું હતું કે રસીકરણમાં શિક્ષકોનો ફાળો રહેલો છે, ત્યારે બાકી રસીકરણમા આ પ્રકારે પોતાનો સિંહફાળો આપી પાટણ જિલ્લામાં 100 ટકા રસીકરણમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. તેઓએ શાળાઓમાં બાળકો દ્વારા કોરોના માર્ગદર્શિકાનું પાલન થાય વારંવાર હાથ ધોવા,સામાજિક અંતર જાળવવું,ફરજિયાત માસ્ક પહેરવું જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. આમ આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી બીપીનભાઈ પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ,તાલુકા શિક્ષણ અધિકારીઓ શાળાના આચાર્યઓ,બીઆરસી,સીઆરસી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.