લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રીલાયન્સ રીટેલના એડવાઈઝર આર.એસ.સોઢી બન્યા

દેશની ખ્યાતનામ કંપની અમુલના એમ.ડી આર.એસ.સોઢીને દેશની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રીલાયન્સ રીટેલમાં સલાહકાર તરીકેની નોકરી આપવામાં આવી હતી.આમ છેલ્લા ચાર દશકા સુધી અમુલ સાથે જોડાઈ રહ્યા બાદ સોઢીની આ વિદાય ચર્ચાસ્પદ બની હતી.ત્યારે આગામી સેમીમાં તેઓ રિલાયન્સ રીટેલમાં ફળો,શાકભાજી તેમજ ગ્રોસરી બિઝનેસમાં સલાહકાર તરીકે કામ કરશે.રીલાયન્સ રીટેલ જે રીતે ગ્રોસરી સહિતના બિઝનેસમાં આક્રમક બનીને આગળ વધી રહ્યું છે.ત્યારે તેમાં સોઢીનું આગમન મહત્વનું સાબિત થશે.જેઓ સપ્લાય ચેઈનથી માર્કેટીંગમાં નિષ્ણાંત ગણાય છે.રીલાયન્સ આ ઉપરાંત સોફટ ડ્રિન્કસ,બીસ્કીટ વિ બિઝનેસમાં પણ ઝંપલાવ્યુ છે.