અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા તેમજ ગુનાઈત કૃત્યોને રોકવા માટે અમદાવાદની તમામ ઓટો રિક્ષામાં ક્યુઆર કોડ લગાવવાના પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે આ પ્રોજેક્ટ પુરો થતા શહેરના નાગરીકો ઉપરાંત વિશ્વના કોઈપણ ખૂણેથી અમદાવાદની મુલાકાતે આવતાં પ્રવાસીઓ ઓટો રિક્ષાની મુસાફરી દરમિયાન કોઈ ગુનાઈત કૃત્યનો ભોગ નહી બને.જે ક્યુઆર કોડમાં ઓટો રિક્ષાના માલિક અને ડ્રાઈવરની તમામ વિગતો અપલોડ થયેલી છે.ત્યારે રિક્ષામાં મુસાફરી દરમિયાન કોઈ ગુનાનો ભોગ બનેલા પેસેન્જરે પોલીસને ક્યુઆર કોડનો ફોટો પાડીને મોકલવાનો રહેશે.ત્યારબાદ પોલીસ દ્વારા ગણતરીના સમયમા આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવશે.શહેરમાં એક લાખથી વધુ ઓટો રિક્ષા દોડતી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.ત્યારે ઓટો રિક્ષા ચલાવતા ડ્રાઈવરોને બદનામ કરતા તત્વો છેલ્લા કેટલાક સમયથી સક્રીય થયા છે.જેમાં આ શખ્સો દ્વારા ઓટો રિક્ષા ચલાવવાની આડમાં પેસેન્જરોને બેસાડીને ચોરી,લૂંટ,છેડતી તેમજ અપ- હરણના ગુનાઓ આચરવામા આવી રહ્યા છે.આ ઉપરાંત દેશના અન્ય રાજ્યો કે વિદેશથી આવતા મુસાફરો પાસેથી અમુક લેભાગુ રિક્ષા ચાલકો દ્વારા વધુ ભાડુ લઈ લેવા- માં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.આ પ્રોજેક્ટના ભાગરૂપે શહેરમાં દોડતી તમામ ઓટો રિક્ષામાં ચાર થી પાંચ જગ્યાએ સ્પષ્ટ દેખાય તે રીતે ક્યુઆર કોડ લગાવવામાં આવશે.આ ક્યુઆર કોડમાં ઓટો રિક્ષા ચલાવતા વ્યક્તિનું નામ,સરનામું,મોબાઈલ નંબર સહિતની વિગતો ઉપરાંત ઓટો રિક્ષાના માલિકનું નામ,સરનામું અને મોબાઈલની વિગતો હશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved