આઈપીએલની સિઝનમા દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે.જેમાં પંત હાજરી આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમા દિલ્હી કેપિટલ્સ ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટિ કરપ્શન તેમજ સિક્યુરિટી યુનિટની પરવાનગી મેળવવામા સફળ રહી તો પંત દિલ્હીની ટીમના ખેલાડીઓ સાથે ડગ આઉટમાં બેઠેલો પણ જોવા મળી શકે છે.આમ વર્તમાનમા પંત ઈજાગ્રસ્ત હોવાથી ડેવિડ વોર્નર દિલ્હીવતી કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે.આમ ગત ડિસેમ્બરમા પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો અને તેના કારણે ક્રિકેટ મેદાનથી બહાર થઈ ગયો છે.જેમા તેના ડાબા ઘૂંટણની સર્જરી થઈ છે અને હાલમાં તે ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved