લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આદિપુરમાં માર્ગ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી

આદિપુરમાં વરસેલા વરસાદ બાદ શહેરના મોટાભાગના માર્ગો ગાડાવાટ સમાન થઈ ગયા છે.આમ આદિપુરમાં ખાડા વિનાના માર્ગો ભાગ્યે જ જોવા મળી રહ્યા છે ત્યારે સોસાયટીઓનાં મહત્વના માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે દરરોજ હજારોની અવરજવર ધરાવતા માર્ગને એક તરફથી બંધ કરવાને બદલે સમગ્ર રસ્તો જ બંધ કરી દેવામાં આવતા લોકો પરેશાન થઈ ગયા છે.બીજીતરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી ધરાવતી તારીખોમાં માર્ગ સમારકામ શરૂ કરવામાં આવતા માર્ગના કામમાં લીપાપોતીની આશંકા સેવાઈ રહી છે.જેમા સમગ્ર માર્ગને ખોદીને બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે વરસાદ વરસતા અને ગટરનું પાણી સમગ્ર માર્ગ પર ફેલાઇ ગયું હતું.