લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જાપાનમાં આરઆરઆર ફિલ્મ રોકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની

એસ.એસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ગત વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.ત્યારથી લઈ અત્યારસુધી આ ફિલ્મ કોઈપણ પ્રકારના અવરોધ વિના સતત બોક્સ ઓફિલ પર કમાણી કરી છે.ત્યારે આ ફિલ્મે જાપાની બોક્સ ઓફિસ પર 1 મિલિયન ફૂટબોલથી વધુનો આંકડો પાર કરી લીધો છે અને આવું કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.આ ફિલ્મ છેલ્લા 164 દિવસથી જાપાનના 44 શહેરોમા 209 સ્ક્રીન્સ અને 31 આઈમેકસ સ્ક્રીનો પર દર્શકોનું મનોરંજન કરી રહી છે.ત્યારે ફિલ્મના નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ જાપાની દર્શકો પ્રત્યે પોતાનો સ્નેહ તેમજ આભાર વ્યક્ત કર્યો હતો.આરઆરઆરએ ભારતીય બોક્સ ઓફિસ પર રૂ.782.2 કરોડનું કલેક્શન કર્યું હતું.ત્યારે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં સિનેમાઘરોમાંથી રૂ.1210 કરોડનું કલેક્શન કર્યું છે.