લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રૂ.100ની નવી નોટ ચલણમાં મુકાશે,જે નહીં ફાટે અને નહીં પાણીથી નુકસાન થાય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં રૂ.100ની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે.જે નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે.આમ વર્તમાન સમયમાં તેને ટ્રાયલ બેઝ માટે ચલણમાં મુકવામાં આવશે.તે પછી તેને મોટાપાયે બજારમાં ઉતારવાની બેન્કની તૈયારી છે.આમ આ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દુનિયાના ઘણા દેશો પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે.આમ સામાન્ય રીતે વાર્નિશનો ઉપયોગ લાકડા તેમજ લોખંડની વસ્તુઓ પર પેન્ટ કરતી વખતે થતો હોય છે.આમ બેન્ક નવી નોટને એ રીતે ડિઝાઈન કરવા માંગે છે કે નેત્રહીન લોકો પણ તેને હાથમાં લઈને ઓળખી શકે.