બ્રિટનની એક મહિલાએ રૂ.417માં લાકડાની એક ખુરશી ખરીદી હતી.જે ખુરશી ખરીદ્યા બાદ મહિલાએ ખુરશી વેચીને રૂ.13.5 લાખ રૂપિયા કમાઈ લીધા હતા.ઈસ્ટ સસેક્સ ખાતે રહેતી બ્રાઈટને તે ખુરશી ભંગારમાંથી ખરીદી હતી.તે જ્યારે એક ઓક્શન એક્સપર્ટના સંપર્કમાં આવી તો તેને જાણવા મળ્યું કે આ ખુરશી 20મી શતાબ્દીની છે જેને ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના સ્થિત અવંત-ગાર્ડે કલા વિદ્યાલય માટે બનાવવામાં આવી હતી.આ ખુરશીને ઇસ.1902માં ખૂબ જ ફેમસ ઓસ્ટ્રિયાઈ ચિત્રકાર કોલોમન મોજર દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.મોજર,વિયના સેકશન આંદોલનના અગ્રણી કલાકારોમાંથી એક હતા,જેમણે પરંપરાગત કલાત્મક શૈલીઓને નકારી દીધી હતી. આ કારણે આ ખુરશીની ડિઝાઈન ખૂબ ખાસ બની જાય છે.આ ઐતિહાસિક ખુરશીને વેચવા માટે સ્ટૈનસ્ટેડ માઉંટ ફિટચેટના સ્વૉર્ડર્સ ઓક્શનર્સમાં રજૂ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેયાઈ ડીલરે આ ખુરશી ખરીદી હતી.ઓક્શનમાં ખરીદી કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ આ ખુરશીની સેલ પ્રાઈઝથી ખૂબ ખુશ છે અને તે પાછી ઓસ્ટ્રિયા જઈ રહી છે તેને લઈને પણ પ્રસન્ન છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved