લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આરએસએસ સંઘના વડા બે દિવસીય ગુજરાત મુલાકાતે આવશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલ એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.જેમાં 14મીએ તેઓ ડો.આંબેડકર જયંતીએ અમદાવાદમાં જીએમડીસી નજીક યુનિવર્સિટીના મેદાનમાં સમાજ શકિત સંગમ કાર્યક્રમમાં 15 હજાર સ્વયંસેવકોને સંબોધન કરશે.જ્યારે 15મીએ પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જેમાં તેઓ જ્ઞાનસાગર મહાપ્રકલ્પ અંતર્ગત 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે.આ કાર્યક્રમમાં જૂના પીઠાધીશ્ર્વર મહામંડલેશ્ર્વર અવધેશાનંદગીરી મહારાજ કાર્યક્રમ અધ્યક્ષસ્થાને રહેશે.