લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજે આર.ટી.ઇ પ્રવેશ માટે ફોર્મ ભરવાનો અંતીમ દિવસ

રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા તા.22ના ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાનો અંતીમ દિવસ છે.આ વખતે ફોર્મ સાથે ઈન્કમટેક્ષ રિટર્ન ફરજિયાત કરતા 50 ટકા ફોર્મ ઘટી ગયા છે.આરટીઈ પ્રવેશ માટે ગત વર્ષે 1.93 હજાર અરજીઓની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 89 હજાર અરજીઓ આવી છે.ત્યારે રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે.આ યોજના અંતર્ગત પ્રવેશ ઈચ્છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને 10મી એપ્રિલથી લઈને 22મી એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી.જેની મુદત પૂરી થઈ રહી છે.