લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રશિયામાં 17 દેશોની સેનાનો જંગી યુધ્ધાભ્યાસ,ભારતીય સેના દેખાડશે તાકાત

રશિયામાં મોટાપાયે યોજાનારા યુધ્ધાભ્યાસમાં ભારત સહિત 17 દેશોની સેનાઓ ભાગ લેવા જઈ રહી છે. જેમાં 3 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ચાલનારી કવાયતમાં ભારત,ચીન,પાકિસ્તાન,દક્ષિણ એશિયાના 17 દેશોની સેનાઓ પોતાની તાકાતનુ પ્રદર્શન કરશે. જેને લઈ આ દેશોના સૈનિકો રશિયા પહોંચી ચુકયા છે. જેમાં ભારતીય સેનાના 200 જવાનોની ટુકડી અભ્યાસમાં ભાગ લેશે. આ સૈનિકો નાગા રેજિમેન્ટના છે. બીજીતરફ ભારત અને રશિયાને અડીને આવેલા દેશ કાઝાકિસ્તાનની સેનાઓએ પણ 13 દિવસનો યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે. જે કઝાખિસ્તાનમાં ચાલી રહ્યો છે. જેમાં સેનાની બિહાર રેજિમેન્ટના 90 જેટલા જવાનો સામેલ થયા છે. તાજેતરમાં રશિયા અને ચીનની સેનાના 10,000 સૈનિકોએ કવાયત હાથ ધરી હતી તે દરમિયાન સંખ્યાબંધ ઘાતક હથિયારોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.