Error: Server configuration issue
યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ ફરીથી એકવાર શક્તિ પ્રદર્શન કર્યું છે. જેમાં રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ઘોષણા કરી હતી કે દેશના રક્ષાદળોએ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યુ હતું કે શુક્રવારે સવારે ઝિર્કોન હાઈપરસોનિક પ્રણાલીને લોન્ચ કરવામાં આવી હતી. જે અમારી નવીનતમ મિસાઈલ છ, જે નૌકાદળ અને જમીની બંને લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે. રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ પ્રક્ષેપણનો હેતુ રશિયાની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધારવાનો હતો.પુતિને જણાવ્યું કે ઝિર્કોન મિસાઈલ ધ્વનિ કરતા 9 ગણી વધુ ઝડપે ઉડશે અને તેની રેન્જ 1,000 કિમી સુધીની છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved