લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયાએ ભારતીય યુવાઓ માટે લાલ જાજમ બીછાવી

રશિયા-યુક્રેન વચ્ચેનો જંગ સમગ્ર વિશ્વ માટે મુસિબત બની ગયો છે.ત્યારે ભારત આ યુધ્ધના કારણે સસ્તા ભાવે ઓઈલ મેળવી રહ્યુ છે.જે ઓઈલને પ્રોસેસ કરીને ભારત વિશ્વના બીજા દેશોને પણ વેચીને કમાણી કરી રહ્યુ છે.આમ છેલ્લા એક વર્ષમાં રશિયામાં 5 લાખ યુવાઓને સેનામાં જોડવામાં આવ્યા છે.ત્યારે રશિયામાં બીજા ક્ષેત્રોમાં કર્મચારીઓની અછત સર્જાઈ છે.તેવા સમયે માનવ સંસાધનના સંકટ વચ્ચે રશિયાએ ભારતના યુવાઓ માટે લાલ જાજમ બીછાવીને કહ્યુ છે કે ભારતીય યુવાઓ રશિયામાં આવે અને કામ કરે.આ પહેલા યુવા કામદારો માટે રશિયા ઉત્તર કોરિયા સમક્ષ પણ અપીલ કરી ચુકયુ છે.જે અંગે રશિયાની સરકારનુ કહેવુ છે કે અત્યારે ઘણા સેક્ટર એવા છે જ્યાં કુશળ કામદારોની અછત છે ત્યારે ભારતીય યુવાઓની મદદથી રશિયા આ ખોટ પૂરી કરવા માંગે છે.આમ ભારતીય યુવાઓ અમેરિકા અને અખાતના દેશોમાં પહેલેથી કામ કરી રહ્યા છે. તેમના માટે રશિયામાં પણ તકો ઉભી થઈ શકે તેમ છે.