લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / રશિયાએ પ્રથમવાર પોતાના શહેર પર બોમ્બમારો કર્યો

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ ભૂલથી પોતાના શહેરમાં બોમ્બ ઝીંક્યા હતા.ત્યારે આ બોમ્બ વિસ્ફોટની લપેટમાં આવતા બે મહિલાઓ ઘાયલ થઈ હતી જ્યારે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.આ સિવાય કેટલીક કારોને પણ નુકસાન થયું હતુ.રશિયાના ફાઇટર પ્લેને યુક્રેનની નજીક આવેલા તેના શહેર બેલગોરોડમાં ભૂલથી બોમ્બ ઝીંકી દીધો હતો.જેના કારણે વિસ્ફોટ થયો હતો.જે વિસ્ફોટના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ.ત્યાં ઘણા લોકો ઘાયલ થયા હતા.આ સાથે અનેક કારોને પણ નુકસાન થયું છે.જ્યા વિસ્ફોટના પરિણામે શહેરની મધ્યમાં લગભગ 20 મીટર પહોળો ખાડો પડી ગયો હતો.