કોરોનાની બીજી લહેર પૂર્ણ થતા કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત મોટી માત્રામાં સામે આવી હતી.જ્યારે તેને દૂર કરવા માટે તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ત્યારે રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.જે બાબતે રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.જેની અંદાજીત કિંમત 10 કરોડ આસપાસ છે અને આ પ્લાન્ટની મદદથી દર એક કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે.આમ વર્તમાન સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 થી 15 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે.ત્યારે તેની સામે પૂરતી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી રહી છે.
આ સિવાય રાજ્યના ઉપલેટા,ધોરાજી,જસદણ સહિતની 14 જગ્યાઓ પર ડી.આર.ડી.ઓની મદદથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે અને દર્દીને શહેરી વિસ્તાર સુધી સારવાર માટે આવવું ન પડે.આ સિવાય રાજકોટમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી રહ્યાં છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved