લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / એસ.એસ મોન્ટેવિડિયોનો કાટમાળ મળી આવ્યો

બીજા વિશ્વયુધ્ધ સમયે સર્જાયેલી કરૂણાંતિકાના અવશેષો દરિયાના પેટાળમાંથી મળી આવ્યા છે.ત્યારે સમુદ્રના પેટાળમાં ઉત્ખનન કરતા ગ્રૂપ સાઈલેન્ટવર્લ્ડ ફાઉન્ડેશને ફિલિપાઈન્સ પાસેથી જાપાનીઝ જહાજ એસ.એસ મોન્ટેવિડિયોના અવશેષો શોધી કાઢ્યા છે.જે જહાજ પર યુધ્ધમાં પકડાયેલા 1000 જેટલા ઓસ્ટ્રેલિયન કેદીઓ સવાર હતા.આમ ગત 1 જુલાઈ 1942ના દિવસે જહાજ ચીનના હેનાન ખાતે જઈ રહ્યુ હતુ ત્યારે અમેરિકન સબમરિને તેને ટોરપિડો વડે ડુબાડી દીધુ હતુ.ત્યારે સબમરિન કમાન્ડરને એ વાતની ખબર નહોતી કે જાપાની જહાજ પર 1000 યુધ્ધ કેદીઓ છે.ત્યારે વર્તમાનમાં દરિયામાં 4 કિમીની ઉંડાઈએથી તેના અવશેષો મળ્યા છે.